“સાચી દયા”

એક ગામમાં એક ગરીબ છોકરો રહેતો હતો. તેની પાસે ભણવા માટે પુસ્તકો ન હતાં, પણ ભણવાની ખુબ ઇચ્છા હતી. રોજે રોજ તે સ્કૂલના બારણે ઊભો રહીને અંદર શિક્ષક શું ભણાવે છે એ સાંભળતો. 

એક દિવસ ગામના ધનિક વેપારી એ છોકરાને જોયો. તેણે પૂછ્યું: “બેટા, તું સ્કૂલમાં કેમ નથી જતો?” છોકરાએ શરમથી કહ્યું: “મારે ફી ભરવા માટે પૈસા નથી… પણ મને ભણવું બહુ ગમે છે.”

 વ્યાપારીનું દિલ પીઘળી ગયું. તેણે તરતજ સ્કૂલમાં જઈને છોકરાની ફી ભરી દીધી, અને તેને પુસ્તકો પણ આપી દીધાં. સમય ગયો… છોકરો મહેનત કરીને મોટો અધિકારી બન્યો. પછી તેણે ગામના બધા ગરીબ બાળકોને ભણવા માટે સ્કૂલ ખોલાવી. 

વાર્તાનો સાર
દયા અને મદદ ક્યારેય વ્યર્થ નથી જતી. એક નાનકડી મદદ કોઈનું આખું જીવન બદલી શકે છે.

Story by _ Maan Patel

Scroll to Top